પર્યાવરણના જતન માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી, લીમડો, પીપળો, આંબો સહિતના વિવિધ પ્રકારના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુંમોરબી : મોરબીમાં પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે અનેક સંસ્થાઓ સરાહનીય કામગીરી કરી રહી છે. ત્યારે મોરબી પંચાસર રોડ પર આવેલ રાજનગર યુવા ગ્રુપ દ્વારા પર્યાવરણ પ્રેમને ઉજાગર કરતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજનગર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાગરિકો માટે નિ:શુલ્ક રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે કુલ 2700 રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ પ્રેમીઓને વિવિધ જાતના રોપાઓ આપવામાં આવ્યા હતા, જેમાં રાવના, રાયણ, કોઠા, મેંદી, બિલીપત્ર, ગુલમહોર, આંબલી ખાટી, આસોપાલવ, ગરમાળો, બારમાસી, અરીઠા, સેતુર, તુલસી, જામફળ, જાસૂદ, કરંજ, લીંબડા, વેલ, જાંબુડા, કાનજી, પાંડા, બોગનવેલ, અરડૂસી, મોગરા, ફાલસા, અર્જુન, દાડમ, નગોડ, ગોરસ આંબલી, સરગવો, ગુંદા, આંબો, લીંબુ, થોર, ટીકોમા અને પીપળો વગેરેનો સમાવેશ થાય છે.રાજનગર યુવા ગ્રુપના આ નિ:સ્વાર્થ અને સેવાકીય કાર્યનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને રોપાઓ મેળવીને પોતાના ઘરે કે આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો.#Morbi #MorbiUpdate #TreePlantation #RajnagarYuvaGroup #FreeSaplingDistribution #SaveEnvironment #MorbiNews #GujaratiNews