એ ડિવિઝન પોલીસે 8 મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચી લીધો: આરોપી 3 મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં પણ વોન્ટેડ હતોમોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વજેપર જમીન કૌભાંડમાં ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવાના અને પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગત મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી બાબુભાઈ તળશીભાઈ ચાવડા (રહે. મોરબી, ભક્તિનગર સર્કલ, રાફડાની વાડી) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેમના પિતાજીના નામનું ખોટું બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ પેઢી આંબો બનાવીને ખોટા ખેડૂત ખાતેદાર તરીકે ઓળખ આપી સાહેદને આંબો બનાવી ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આ 8 માસથી ફરાર આરોપી દર્શિતભાઈ પ્રવીણભાઈ મેવાડા/ભરવાડ (ઉ.વ. 30, રહે. મોરબી, શનાળા રોડ, ગુ.હા. બોર્ડ, ગરબી ચોકમાં 3 માળિયામાં, મૂળ રહે. હરીપર, તા. લાલપુર, જિ. જામનગર)ને પકડી પડ્યો હતો.આ ઉપરાંત, આ જ આરોપી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 3 માસથી પણ નાસતો ફરતો હતો.આ સમગ્ર કામગીરી પો.ઇન્સ. વાય.બી. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.સી. ગોહિલ તથા એ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiPolice #ADivisionPolice #FakeDocuments #CrimeNews #MorbiUpdate #GujaratPolice #Arrest