હળવદ : હળવદ તાલુકાના માથક અને ચુંપણી રોડ વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઇવે 318 પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા સફેદ માટીનો મોટો ઢગલો રસ્તા પર જ ઠાલવી દેવામાં આવ્યો છે. રસ્તાની વચ્ચે પડેલા આ માટીના ઢગલાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માત સર્જાવાની પૂરેપૂરી સંભાવના ઊભી થઈ છે.સ્ટેટ હાઇવે 318 પરથી દરરોજ અનેક વાહનો પસાર થાય છે. અચાનક રસ્તા વચ્ચે આવી ગયેલા આ માટીના ઢગલાના કારણે ખાસ કરીને રાત્રિના સમયે દ્વિચક્રી વાહનચાલકો અકસ્માતનો ભોગ બની શકે છે. માટીના કારણે વાહનો સ્લીપ થવાનો અને મોટી જાનહાનિ થવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. રાતના અંધારામાં આ ઢગલો દૂરથી ન દેખાય તો કોઈ ગંભીર દુર્ઘટના ઘટી શકે તેમ છે. આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને જાગૃત નાગરિકોમાં આ બેદરકારી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. રોડ પર આ રીતે માટી ઠાલવી જનારા સામે કાર્યવાહી કરવાની સાથે, કોઈપણ અઘટિત ઘટના કે ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ રોડ ઉપરથી માટીનો ઢગલો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.#Morbi #MorbiUpdate #StateHighway318 #Mathak #Chumpani #RoadSafety #TrafficAlert #GujaratNews