મોરબી નિવાસી નીતાબેન ભરતભાઈ કાવરનું અવસાન, સોમવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી નીતાબેન ભરતભાઈ કાવર (ઉંમર વર્ષ 60) તેઓ સ્વ. ભરતભાઈ મગનભાઈ કાવરના પત્ની તથા દલપતભાઈ મગનભાઈ કાવરના ભાભી, શુભમ ભરતભાઈ કાવરના માતા તથા યશ દલપતભાઈ કાવરના કાકીનું તારીખ 12/06/2026 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 15/06/2026 ને સોમવારના રોજ સવારે 08 થી 10 કલાકે આમૂલ્ય એપાર્ટમેન્ટ, રામસેતુ સોસાયટી, વૈદેહી પ્લાઝા સામે, રવાપર ઘૂનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે. મો. નં. 98984 43088વાંકાનેર નિવાસી ધાર્મિક પંકજભાઈ જાનીનું અવસાન, સોમવારે બેસણુંવાંકાનેર : વાંકાનેર નિવાસી ચાતર્વેદી મચ્છુકાંઠીયા મોઢ બ્રાહ્મણ ધાર્મિક પંકજભાઈ જાની (ઉં.વ. 16) તે પંકજભાઈ અનંતરાય જાનીના પુત્ર, દિપકભાઈ બળવંતરાય જાની, નીરવભાઈ જાની, દુર્ગાબેન કશ્યમકુમાર ત્રિવેદી (મોરબી) અને નિમિષાબેન દિલીપકુમાર પંડ્યા (રાજકોટ)ના ભત્રીજા, દિવ્યાંશભાઈના મોટાભાઈ, હાર્દિકભાઈ, કિશનભાઈ અને દેવાંશભાઈના ભાઈ, નૌતમભાઈ અમૃતલાલ પંડ્યા તથા પ્રકાશભાઈ નૌતમભાઈ પંડ્યાના ભાણેજનું તારીખ 12-6-2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું કુટુંબપક્ષ તથા મોસાળપક્ષનું બેસણું તારીખ 15-6-2026 ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે ચાતુર્વેદી મચ્છુકાંઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.