જેતપર ખેડૂત આંદોલનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ હાજરી આપી સરકાર અને કંપનીને આડે હાથ લીધી : 15 જૂને ટ્રેકટર રેલીમાં આમ આદમી પાર્ટી સહયોગ આપશેમોરબી : વીજ થાંભલાને લઈને વીજ કંપની સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે આજરોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મોરબી જિલ્લાના જેતપર ગામે પહોંચ્યા હતા. જેતપર ગામે વીજ થાંભલાને લઈને છેલ્લા ઘણા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ઈશુદાન ગઢવીએ જેતપુર ગામે આંદોલન છાવણીની મુલાકાત લઈને ખેડૂતો સાથે આ મુદ્દે વાતચીત કરી હતી ખેડૂતોની આ લડાઈમાં તેઓ સાથે હોવાનું જણાવી સરકાર અને વીજ કંપનીને આડે હાથ લીધી હતી.જેતપર ગામે પહોંચેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હું આજે જેતપર ગામે કોઈ રાજનીતિ કરવા નહીં પરંતુ ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું. આ વીજ લાઈન ગુજરાતના અનેક ખેડૂતોના ખેતરમાંથી નીકળવાની છે. વિરોધ કરેલા ખેડૂતોને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે, તો કેટલીક જગ્યાએ આગેવાનોને પણ ધમકાવવામાં આવી રહ્યા છે. તો કોઈને પોલીસથી ડરાવવામાં આવી રહ્યા છે. કોઈ આપણી જમીન પર નજર કરે તો આપણે માથા પણ આપી દઈએ છીએ તે આપણી સંસ્કૃતિ છે. પરંતુ ખેડૂતો હાલ શાંત રીતે રજૂઆતો કરી રહ્યા છે. ગાંધીજીએ જેમ અહિંસાનો માર્ગ અપનાવીને અંગ્રેજોને ભગાવ્યા હતા તેમ આપણે પણ શાંત રહીને જ આંદોલન ચલાવવાનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારે ખેડૂતોના નામે રાજનીતિ નથી કરવી પરંતુ ખેડૂત એકલો ન રહે તે માટે અમે તમારી સાથે ઉભા રહેવા માટે આવ્યા છીએ. અમારા લાખો સૈનિકો તમારી સાથે ઊભા છે. આ લડાઈ ખેડૂતની છે અને ખેડૂતના દીકરાની છે. આંદોલન કરી રહેલા માતા બહેનો સાથે જે વ્યવહાર થયો તે જોઈને ખૂબ જ દુઃખ થયું. ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, વીજ કંપનીઓ ખાંભલા અને પવનચક્કી આપણા ખેતરમાં નાખે છે અને ફંડ રાજકીય પાર્ટીઓને આપે છે. મેં અગાઉ જ કહ્યું હતું કે ચૂંટણી પૂરી થશે એટલે આવી વીજ લાઈનના થાંભલા નાખવાનું કામ અને સ્માર્ટ મીટર નાખવાનું કામ શરૂ થશે. અત્યારે જમીનના ભાવ લાખોમાં છે અને આ જ જમીન 25 વર્ષ પછી કરોડો રૂપિયાની થવાની છે. ત્યારે કંપની અત્યારે જે વળતર ચૂકવે છે તે હાલની કિંમત પ્રમાણે પણ નથી તો ભવિષ્યમાં અમારું શું ? આમાં વીજ કંપની, નેતાઓ, રાજકીય પાર્ટીઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો કમાય છે અને જમીન ખેડૂતોની છે. તેમ છતાં ખેડૂતોને પૂછ્યા વગર વીજળીના થાંભલા નાખવામાં આવી રહ્યા છે. એક થાંભલામાંથી વીજ કંપની વર્ષો સુધી કરોડો રૂપિયા કમાવવાની છે.ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, જેમ વીજ કંપનીના રક્ષણ માટે પોલીસ ભાડે આપો છો તેમ ખેડૂતોને પોલીસ ભાડે આપો. આપણી મા સમાન જમીન ઉપર કબજો કરવામાં આવી રહ્યો છે એટલે આપણે સૌ અહીંયા આંદોલન માટે બેઠા છીએ. ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે, આ મામલે મેં બે દિવસ પહેલા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં મેં સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી સાત માગણીઓ મૂકી છે. એમાં મેં જણાવ્યું હતું કે, કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રચાયેલી કમિટી અમને મંજૂર નથી. જેથી રાજ્ય લેવલની કમિટી બનાવો અને તેમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ, નિવૃત્ત ન્યાયાધીશ, નિષ્ણાતો અને ખેડૂતોને પણ રાખો. બીજી માંગ કરી છે કે 25 વર્ષ પછી જમીનના ભાવ હોય તે પ્રમાણે વળતર નક્કી કરો અથવા કંપનીના પ્રોફિટમાં 8 થી 10% હિસ્સો આપો. આ ઉપરાંત ખેડૂતની મંજૂરી વગર કોઈપણ અધિકારી ખેતરમાં પ્રવેશ કરવો ન જોઈએ તેવી અલગ અલગ માગણીઓ મુખ્યમંત્રી સમક્ષ રાખી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, 1885નો ટેલિગ્રાફ એક્ટ છે તે અંગ્રેજો વખતનો છે. ત્યારે દેશ ગુલામ હતો તેથી ગુલામ દેશમાં બનેલો આ કાયદો આજે પણ સરકારે ચાલુ રાખ્યો છે. પણ જ્યારે અમારી સત્તા બનશે ત્યારે અંગ્રેજોનો આ કાયદો કાઢી નાખવામાં આવશે. જે રીતે ખેડૂતો ઉપર બળજબરીપૂર્વક અને બેરહેમીપૂર્વક અત્યાચાર કરીને મા સમાન જમીનો ઉપર એની છાતી ચીરીને ઘૂસ્યો એ આ જોતા સરકાર ખરેખર દયાહીન કહેવાય. અદાણીને એરપોર્ટ ઉપર 1 કલાકના ગાડી રાખવાના 120 રૂપિયા ભાડે આપવામાં આવે છે. ઈ જ અદાણી અહીંયા આટલા મોટા ખેતર ઉપર કબજો કરે છે તોય પોતે ભાડા નથી આપતા. અમારી માંગ ઈ છે કે ખેડૂતોને પૂરતું વળતર આપો.15 જૂનના રોજ નીકળનાર ટ્રેક્ટર રેલી અંગે ઈશુદાન ગઢવીએ કહ્યું કે, 15 તારીખે ટ્રેક્ટર રેલીમાં આમ આદમી પાર્ટી સહયોગ આપશે. આ ખેડૂતોની રેલી છે કોઈ પાર્ટીની રેલી નથી. આ ખેડૂતો માટેની છે અને અમે અમારી ટીમને પણ બધાને સૂચના આપી છે, સૂચિત કરીએ છીએ અને અમારી ટીમ પણ ગાંધીનગર જે ખેડૂતો માટેની લડત છે એ રેલીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી જોડાશે. આગામી સમયમાં જેટલા પણ ખેડૂતોની સમસ્યાઓ આવશે આ મામલે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે, હતી અને રહેશે.આ તકે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, અત્યારે ખેડૂતોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવી જ પ્રક્રિયા અમારા વિસ્તારોમાં પણ શરૂ થઈ ગઈ છે અને આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં એક પછી એક આ પ્રકારની કાર્યવાહી થવાની છે. ત્યારે જેતપરના ખેડૂતો એક થઈને જે લડાઈ લડી રહ્યા છે તે માત્ર જેતપરના ખેડૂતોની લડાઈ નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોની લડાઈ છે. તેમણે જણાવ્યું હતું કે દરેક ગામમાં ખેડૂતોને અલગ-અલગ લડાઈ લડવી પડે તેના બદલે કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકાર સમક્ષ કાયદામાં સુધારા કરવા અને ખેડૂતોના હિતમાં નવો કાયદો લાવવા માટે રજૂઆત કરી છે. અનેક સરકારો આવી અને ગઈ, અનેક કાયદાઓમાં સુધારા અને ફેરફારો થયા, પરંતુ અંગ્રેજોના જમાનાનો 1885નો કાયદો આજે પણ બદલવામાં આવ્યો નથી. હવે સમય આવી ગયો છે કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવે. આગામી સમયમાં જે રીતે વીજ લાઈનો અને અન્ય વિકાસ કાર્યો માટે જમીન સંપાદનની પ્રક્રિયાઓ વધી રહી છે તેને જોતા ખેડૂતોના હિતોનું રક્ષણ થાય તેવો કાયદો બનાવવાની જરૂર છે. જો આવું નહીં થાય તો આવા પ્રશ્નો દિવસેને દિવસે વધતા જશે અને ગુજરાતના દરેક ખેડૂતને તેનો સામનો કરવો...