નમ્રમુનિ ગુરુદેવની પ્રેરણાથી વિદ્યાર્થીઓ માટે માત્ર 150 રૂપિયામાં મળશે 6 ચોપડામોરબી: શહેરમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અર્હમ યુવા સેવા ગ્રુપ - મોરબી દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. પરમ નમ્રમુનિ ગુરુદેવની પ્રેરણાથી આગામી તારીખ 14-06-2026, રવિવારના રોજ રાહત દરે 'મેગા ફૂલસ્કેપ નોટબુક' (FullScape Buddy) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થવાના હેતુથી માત્ર 150 રૂપિયાના રાહત દરે 6 ફૂલસ્કેપ ચોપડા આપવામાં આવશે. આ લાભ લેવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ અથવા વાલીઓએ ખાસ નોંધ લેવી કે છેલ્લા વર્ષની માર્કશીટની ઝેરોક્ષ નકલ સાથે લાવવી ફરજીયાત છે. વિતરણ કાર્યક્રમની વિગતો:• તારીખ: 14-06-2026, રવિવાર• સમય: સવારે 09:00 થી 2:00• સ્થળ: સ્થાનકવાસી જૈન શાળા, વાઘેશ્વરી માતાજીના મંદિર સામે, દરબાર ગઢ, મોરબી.આ સેવાકાર્યનો વધુને વધુ વિદ્યાર્થીઓ લાભ લે તેવો સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ અંગેની વધુ માહિતી માટે પ્રોજેક્ટના સંપર્ક સૂત્રો મિત સોલાણી (મો. 99240 00301) અથવા વૈભવ મહેતા (મો. 81601 09915) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #ArhamYuvaSevaGroup #NotebookDistribution #MorbiNews #Education #SocialService #Gujarat