સવારે 7 થી 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી : મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળના વિવિધ વિસ્તારોમાં કાલે તારીખ 13/06/2026ને શનિવારના રોજ મેન્ટેનન્સની કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં સવારે 07:00 થી બપોરે 14:00 કલાક સુધી વીજપૂરવઠો બંધ રહેશે. જેમાં રેલવે ફીડર હેઠળના વિસ્તારો જેવા કે શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ. કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોરા અક્ષર સીટી, ડીમાર્ટ, સ્વામિનારાયણ મંદિર, ન્યૂ પેલેસ ક્વાર્ટર, શાંતિ ભુવન, સાર્થક વિદ્યાલય વગેરે તથા તેની આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #PowerCut #PGVCL #MorbiNews #Maintenance #GujaratNews