14 વર્ષથી વકીલાત અને ટેક્સ કન્સલ્ટન્સી ક્ષેત્રે કાર્યરત જયદીપભાઈનું સંશોધન મોરબીના ઔદ્યોગિક જગત માટે ઉપયોગી સાબિત થશેમોરબી: મોરબીના ઉમિયાનગરના વતની અને હાલ મોરબીમાં વસતા એડવોકેટ જયદીપભાઈ કાસુન્દ્રાએ જીએસટી (GST) વિષય પર પીએચડી (Ph.D.) પૂર્ણ કરીને ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. કાસુન્દ્રા એન્ડ કંપનીના ઓનર તરીકે તેઓ છેલ્લા 14 વર્ષથી વકીલાતની સાથે જીએસટી અને ઇન્કમ ટેક્સ ક્ષેત્રે કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડી રહ્યા છે.તાજેતરમાં તેઓએ કલોલ (ગાંધીનગર) સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટીમાંથી લો (Law) વિદ્યાશાખા અંતર્ગત પોતાનું પીએચડી પૂર્ણ કર્યું છે. તેમનો સંશોધન વિષય “એન એનાલીટીકલ સ્ટડી ઓન ઈનપુટ ક્રેડીટ એન્ડ આઉટપુટ ક્રેડીટ ઇન જીએસટી: ઇસ્યુ એન્ડ ચેલેન્જીસ” હતો.આજના સમયમાં જીએસટીને લગતી મુશ્કેલીઓ અને તેના પડકારો અંગે તેમણે પોતાના નિબંધમાં વિસ્તૃત છણાવટ કરી છે. મોરબી એક મોટું ઔદ્યોગિક શહેર હોવાથી, તેમનો આ અભ્યાસ અને સંશોધન આવનારા સમયમાં મોરબીના ઉદ્યોગકારો માટે ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે.તેમની શૈક્ષણિક કારકિર્દી પર નજર કરીએ તો તેઓએ M.com, DTLP, LL.M. અને હવે Ph.D. સુધીની ઉચ્ચ ડિગ્રીઓ હાંસલ કરી છે.#Morbi #MorbiUpdate #GST #PhD #EducationNews #Advocate #TaxConsultant #MorbiNews