જેતપરમાં ખેડૂતો મક્કમ, યોગ્ય વળતર નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે, અમે ગાંધીનગર કૂચમાં પણ મોટી સંખ્યામાં જોડાશું : કારાભાઇ અમૃતિયામોરબી : મંત્રી કાંતિલાલ અમૃતિયાના વતન મોરબીના જેતપર ગામે નાખવામાં આવી રહેલ વીજ લાઈન સામેના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ વેગ પકડી રહ્યું છે. ખેડૂતો પોતાના હક્કના વળતર માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા છે, ત્યારે મંત્રી કાંતિલાલ અમૃતિયાના સગા ભાઈ કારાભાઈ અમૃતિયાએ આ આંદોલનમાં ખેડૂતોના સમર્થનમાં આવી પોતાની પ્રતિક્રિયામાં યોગ્ય વળતર નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે તેવું જણાવ્યું છેમોરબી અપડેટ સાથેની વાતચીતમાં કારાભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરોમાં મોટા-મોટા વીજ ટાવરો નાખીને ઊભા પાક અને જમીનને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અત્યારે ચોમાસાની સીઝન છે ત્યારે ખેતરોમાં જે રીતે ખોદકામ અને કામગીરી કરાઈ છે તેનાથી ખેડૂતો વાવણી કઈ રીતે કરે તે મોટો પ્રશ્ન છે. કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી ખેડૂતો ઝૂકશે નહીં અને પોતાની લડત ચાલુ રાખશે.મંત્રી કાંતિભાઈએ પુરા પ્રયાસો કર્યા પણ કંપની ટસની મસ થતી નથી કારાભાઈ અમૃતિયાએ વધુમાં જણાવ્યું કે, આ પ્રશ્નના ઉકેલ માટે સ્થાનિક સ્તરે અનેક બેઠકો યોજાઈ ચૂકી છે. આ ગામના જ અને હાલના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પણ આ મામલે મધ્યસ્થી કરી હતી. તેમણે કલેક્ટર, એસપી અને કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરાવીને ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવવા પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. જો કે, કંપનીના અડિયલ વલણને કારણે ખેડૂતોની અપેક્ષા મુજબનો કોઈ યોગ્ય ઉકેલ આવી શક્યો નથી.હાલ ગામમાં પ્રતિક ઉપવાસ ચાલુ, ગાંધીનગર કૂચમાં પણ ખેડૂતો જોડાશેકારાભાઈ અમૃતિયાએ જણાવ્યું કે હાલમાં ખેડૂતો પોતાની માંગણીઓને લઈને જેતપર ગામના બસ સ્ટેન્ડ પાસે છાવણી નાખી પ્રતિક ઉપવાસ પર બેઠા છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત 15 જૂને ગાંધીનગર ખાતે ખેડૂત અધિકાર યાત્રા યોજાનાર છે. તેમાં પણ મોટી સંખ્યામાં ગામના ખેડૂતો જોડાશે. #MorbiUpdate #JetpurFarmers #FarmersProtest #PowerGrid #CompensationIssue #GujaratPolitics #FarmersRight