ધુમાડાના ગોટેગોટા અન્ય ગામો સુધી દેખાયા : આગ વિકરાળ હોવાથી મોરબીની ત્રણ તેમજ હળવદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરની એક-એક ટિમ આગ બુઝાવવામાં લાગીહળવદ : હળવદ તાલુકાના કોયબા ગામ નજીક રોડ ઉપર આવેલી એક ટાયર (રબર)ની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગે જોતજોતામાં એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે ફેક્ટરીમાં રહેલા મોટી સંખ્યામાં ટાયર સળગી રહ્યા છે. ફાયર વિભાગે આને મેજર કોલ જાહેર કર્યો છે. ઘટનાની જાણ થતાં જ હળવદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, આગ ખૂબ જ મોટી અને ભયંકર હોવાના કારણે હળવદ ફાયરની ટીમે ગંભીરતાને ધ્યાનમાં રાખીને અન્ય વિસ્તારોમાંથી પણ ફાયરની વધુ ટીમોને ઘટનાસ્થળે બોલાવી હતી. આ ઘટનાને મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે. હાલ મોરબીની ત્રણ તેમજ હળવદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરની એક-એક ટિમ ઘટના સ્થળે પહોંચી છે. આગ એટલી પ્રચંડ છે કે તેમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા આસપાસના અન્ય ગામો સુધી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.#MorbiUpdate #HalvadNews #FireIncident #Koiba #MorbiNews #GujaratNews