વાંકાનેર પંથકમાં 2016માં બનેલી શરમજનક ઘટનામાં પોક્સો કોર્ટનો ચુકાદો જાહેર, ભોગ બનનારને રૂ.4.16 લાખ વળતર ચૂકવવા આદેશમોરબી : વાંકાનેર પંથકમાં વર્ષ 2016માં 7 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને ઉગ્ર જાતીય હુમલો કરનાર શખ્સને મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે ભોગ બનનાર બાળકીને કુલ 4,16,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ મહત્વનો આદેશ કર્યો છે.શું હતી સમગ્ર ઘટના?વર્ષ 2016માં તા. 27-11-2016ના રોજ સાંજે 4થી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન વાંકાનેર પંથકમાં આવેલી એક સિરામિક્સ ફેક્ટરી નજીકથી આ કામના આરોપીએ 7 વર્ષની સગીર બાળકીને ફોસલાવીને બાવળની ઝાડીમાં અપહરણ કરી ગયો હતો. ત્યાં નરાધમે બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી, જાતીય હુમલો કરી તેને ગંભીર શારીરિક ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે ભોગ બનનારના પરિવારે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટ્રેશન નંબર 87/2016 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.કોર્ટે આરોપીને દોષિત જાહેર કરી સજા ફટકારીઆ કેસ મોરબીના સ્પેશિયલ પોક્સો કેસ નંબર 09/2017 હેઠળ બીજા અધિક સેશન્સ જજ કમલ રસીકલાલ પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જેમાં મદદનીશ સરકારી વકીલ નિરજ ડી. કારીઆની ધારદાર દલીલો, 14 મૌખિક સાક્ષીઓ અને 30 દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી શેરસીંગ ભોપાસિંહ સીસોદીયા (ઉંમર વર્ષ 23, ધંધો: મજૂરી, મૂળ રહે. ફતેહપુર, મધ્યપ્રદેશ)ને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે રૂ.16 હજારનો દંડ પણ ફટકાર્યો છે.ભોગ બનનાર બાળકીને 4.16 લાખનું વળતર ચૂકવવા આદેશકોર્ટે 'ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના 2019' ના નિયમો અનુસાર ભોગ બનનાર માસૂમ બાળકીને આર્થિક અને સામાજિક ન્યાય આપતા રૂ. 4,00,000 વળતર અને આરોપી જે રૂ. 16,000 દંડની રકમ ભરે તે મળીને કુલ રૂ. 4,16,000 વળતર પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીને આદેશ કર્યો છે. જો આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો પણ ભોગ બનનાર બાળકી રૂ. 4,00,000 નું વળતર મેળવવા હકદાર રહેશે જે રકમ એકાઉન્ટ પેઇ ચેકથી ચૂકવવામાં આવશે. #MorbiNews #MorbiUpdate #VankanerNews #MorbiCourt #POCSOAct #CourtVerdict #CrimeNews #GujaratPolice #JusticeForMinor