માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા બંને આરોપીઓને હથિયાર અને મોબાઈલ સાથે ઝડપી લેવાયામાળિયા (મિયાણા) : માળિયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા શરીર અને મિલકત સંબંધી ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા પોલીસે સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક (સરહદી રેન્જ, ભુજ), પોલીસ અધિક્ષક (મોરબી) અને નાયબ પોલીસ અધિક્ષક (મોરબી વિભાગ) ની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. પટેલ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.ન. 0474/2026 થી ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 189(1), 189(4), 190, 61(2)(એ), 3(5) તથા આર્મ્સ એક્ટ કલમ-25(1)(બી), 27(1), 27(2) અને જી.પી.એક્ટ 135 મુજબ ગુનો નોંધાયેલ હતો. આ ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા 2 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.પોલીસે તારીખ 11/06/2026 ના રોજ સાંજે 18:15 વાગ્યે આરોપી સફીરભાઈ મુસાભાઈ મોવર (ઉ.વ. 32, રહે. હાલ મોરબી વાવડી રોડ, શ્રીજી પાર્ક મોરબી-1, મૂળ માળિયા મિયાણા ત્રણ રસ્તા પાસે) ની અટકાયત કરી હતી. જ્યારે બીજા આરોપી મયુદ્દીનભાઈ મહેબુબભાઈ કટિયા (ઉ.વ. 25, રહે. હાલ માળિયા મિયાણા વિશાલા હોટલ પાછળ હનીફાબેન મુસાભાઈ મોવરની વાડીએ, મૂળ સુરેન્દ્રનગર જોરાવનગર પોલીસ સ્ટેશન સામે) ની તારીખ 11/06/2026 ના રોજ સાંજે 19:15 વાગ્યે અટકાયત કરી છે.પકડાયેલા બંને આરોપીઓ પાસેથી ગુનાના કામે વાપરેલ હથિયાર તથા મોબાઈલ ફોન કબ્જે કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MaliyaMiyana #MorbiPolice #CrimeNews #Arrest #MorbiUpdate #GujaratPolice