મોરબી : લાલપર નજીક આજે સાંજના 7 વાગ્યાના અરસામાં હાઇવે પર એક ટ્રક રોડ વચ્ચોવચ બંધ થઈ ગયો હોય, જેના પરિણામે હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. હાઇવે પર એક તરફના રોડ ઉપર વાહનોની લાંબી કતારો જામી હોવાનું વાહનચાલકો જણાવી રહ્યા છે.