વાંકાનેર : વાંકાનેર - બામણબોર નેશનલ હાઇવે પર મહિકા ગામથી આગળ ગારીડા ગામ નજીક જીજે - 09 - એજી - 8050 નંબરની અલ્ટો કારના ચાલકે પુરપાટ ઝડપે પોતાની કાર હંકારી આગળ જતા જીજે - 02 - ઇ - 8735 નંબરના બાઈક ચાલક કેશવજીભાઈ બાંભણીયા રહે.કોઠી ગામ તા.વાંકાનેર વાળાને પાછળથી ટક્કર મારતા કેશવજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત સર્જ્યા બાદ અલ્ટો કારનો ચાલક નાસી જતા અકસ્માત અંગે મૃતકના પુત્ર સિંધાભાઈ કેશવજીભાઈ બાંભણીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.