મોરબી : મોરબી એલ.સી.બી.ની ટીમે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના બે ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા એક આરોપીને દબોચી લીધો છે. આ શખ્સની ધરપકડ કરી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ-અલગ પ્રોહીબિશનના ગુના (ગુ.ર.નં. 11189008240032/2024 તથા 11189008240030/2024) મુજબ આરોપી હરેશભાઈ ઢેભભાઈ ખાચર છેલ્લા કેટલાક સમયથી પોલીસ પકડથી દૂર હતો. 32 વર્ષીય આ આરોપી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામણા ગામનો રહેવાસી છે. પોલીસ સ્ટાફ કામગીરીમાં પ્રયત્નશીલ હતો તે દરમિયાન ચોક્કસ હકીકત મળી હતી કે આરોપી પોતાના વતન સુદામણા ગામે છે. આ માહિતીને પગલે એલ.સી.બી. ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામણા ગામે પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.આ સફળ ઓપરેશનમાં એલ.સી.બી. ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર, બી.ડી. ભટ્ટ (પો.સબ.ઈન્સ.), વી.જી. માલાણી (પો.સબ.ઈન્સ.) તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડના માણસો જોડાયા હતા. જેમાં ઈશ્વરભાઈ મેલાભાઈ કલોતરા (એ.એસ.આઇ.), શેખરભાઈ સંગ્રામભાઈ, ભરતભાઈ ઘેલાભાઈ (પો.હેડ.કોન્સ.) અને પ્રદીપસિંહ બહાદુરસિંહ (પો.કોન્સ.) નો સમાવેશ થાય છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #LCBMorbi #CrimeNews #Wankaner #GujaratPolice #NewsUpdate