હળવદ : હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો 2700 લીટર આથો અને 50 લીટર તૈયાર દેશી દારૂ ઝડપી લીધો છે. પોલીસે કુલ રૂપિયા 77,500 ની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ખેતરડી ગામના રહેવાસી આરોપી હર્ષદ મૈયાભાઇ દેકાવાડીયા તથા તપાસમાં જેમના નામ ખુલે તે તમામ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ તથા હળવદ પોલીસ સ્ટાફ રોકાયેલ હતો. #MorbiUpdate #Halvad #HalvadPolice #MorbiPolice #GujaratPolice #CrimeNews #ProhibitionRaid #MorbiNews