દરરોજ 300 ગોપીઓ દ્વારા આરતી, થાળ અને ઘમ્મર વલોણા સાથે પરસોતમ ભગવાનની પૂજા-અર્ચનામોરબી: મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે રહેતી બહેનો દ્વારા પવિત્ર અધિક માસ નિમિત્તે પરસોતમ ભગવાનની પૂજા, પાઠ અને ભક્તિ ખૂબ જ ભાવપૂર્વક અને શ્રદ્ધાથી કરવામાં આવી રહી છે.સનાતન ધર્મની પરંપરા મુજબ પોતાની શ્રદ્ધા પ્રગટ કરતા દરરોજ 300 જેટલી ગોપીઓ એકત્રિત થઈને વિશેષ આરતી, થાળ અને ઘમ્મર વલોણું કરી ભગવાન પ્રત્યે પોતાનો અનેરો ભાવ અર્પણ કરી રહી છે. ઉમા ટાઉનશીપમાં બહેનો દ્વારા કરવામાં આવતી આ વિશેષ ભક્તિથી સમગ્ર વાતાવરણ ધાર્મિક અને ભક્તિમય બની ગયું છે.#Morbi #MorbiUpdate #UmaTownship #AdhikMaas #PurushottamMas #Bhakti #SanatanDharma