રોડ વાઈડનિંગ અને મેન્ટેનન્સની કામગીરીને પગલે 16:00 થી 20:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી: મોરબીના શનાળા ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા રવાપર એસ.એસ.માંથી નીકળતા સરદાર અને તીર્થ અર્બન ફીડરમાં તારીખ 11/06/2026 ના રોજ મેન્ટેનન્સ અને રોડ વાઈડનિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે સંબંધિત વિસ્તારોમાં 16:00 થી 20:00 કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.જેમાં સરદાર બંગલો, પર્લ એવેન્યૂ સોસાયટી, ધર્મ ભક્તિ નગર, ભૂમિ ભક્તિ સોસાયટી, ધાયડી વિસ્તાર, રંગ ધરતી પાર્ક, ક્રિષ્ના સ્કૂલની આસપાસનો વિસ્તાર, વૈદેહી પ્લાઝા, ગોલ્ડન માર્કેટ સામેનો વિસ્તાર, બોની પાર્ક, રાજા પાણીવાળા રસ્તાની આસપાસનો વિસ્તાર, કેપિટલ માર્કેટ તથા તેની સામેનો વિસ્તાર તથા આ ફીડર હેઠળના તમામ રહેણાંક તેમજ વાણિજ્ય વીજજોડાણોમાં વીજ પુરવઠો કામગીરી પૂર્ણ થતાં સુધી બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #PowerCut #PGVCL #MorbiNews #RavaparRoad #Shanala #GujaratNews #LocalNews