આવેદન વેળાએ 2 દિવસમાં યોગ્ય નિર્ણય નહિ આવે તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારાઇ હતી, કલેકટરના નિર્ણય ઉપર સૌની મીટમોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઈન સામે ખેડૂતોનો વિરોધ આજે 6ઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યો છે. ગઈકાલે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવીને તંત્રને 2 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતું. આ દરમિયાન આજે ખેડૂતોએ ગામમાં પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસ વેળાએ ખેડૂતો રામધૂન બોલીને અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે.આજે પ્રતીક ઉપવાસના કાર્યક્રમમાં ગામના ભાઈઓની સાથે મોટી સંખ્યામાં બહેનો પણ વિરોધમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે તંત્રને 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે, ત્યારે 2 દિવસ બાદ શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. બીજી તરફ આ ગામ મંત્રી કાંતિલાલ અમૃતિયાનું વતન હોય, તેઓએ ગઈકાલે ગામની મુલાકાત લીધી હતી. તે વેળાએ તેઓએ ખેડૂતો સાથે બેઠક પણ કરી હતી. #Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #ElectricityCompany #GujaratNews #MorbiNews