મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર છોટાલાલ પેટ્રોલપંપ સામે મહાદેવ નમકીન નામની દુકાન ધરાવતા પ્રાણજીવનભાઈ રાઘવજીભાઈ બરાસરા ઉ.65 રહે.રવાપર ઘુનડા રોડ, ફ્લોરા- 158, ક્રિષ્ના સ્કૂલ વાળી શેરી, મોરબી વાળાઓ ગઈકાલે પોતાની દુકાને બેઠા હતા ત્યારે બપોરના સમયે હાર્ટએટેક આવી જતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.