મોરબી : ઉનાળાના આકરા તાપમાં રાહત માટે યુવાનો નદી, નાળામાં ન્હાવા જતા હોય છે ત્યારે આવા જ એક બનાવમાં મોરબી તાલુકાના મકનસર ગામની પાછળના ભાગે આવેલ મચ્છુ -2 ડેમમાં ન્હાવા ગયેલા ભડિયાદના આશાસ્પદ યુવકનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભડિયાદ ખાતે જવાહર સોસાયટીમાં રહેતો કેતનભાઈ રઘુભાઈ જોગડીયા ઉ.18 નામનો યુવક ગઈકાલે સાંજના સમયે મકનસર ગામની પાછળના ભાગે આવેલ મચ્છુ -2 ડેમમાં ન્હાવા ગયો હતો ત્યારે ડેમના પાણીમાં ગરક થઈ જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આશાસ્પદ યુવકના મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.