જીતેન્દ્ર કણઝારીયા, માનસિંહ પરમાર, રાજેશ શુક્લ અને મુકેશ રાઠવા વિજેતા જાહેરમોરબી : રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણી, 2026 અંતર્ગત ગુજરાત રાજ્યની 4 બેઠકો માટેની ચૂંટણીના પરિણામની ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા (સચિવ, ગુજરાત વિધાનસભા) દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે હાલ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 જેટલું છે અને કોંગ્રેસનું 12 તેમજ AAPનું 5 જેટલું જ સંખ્યાબળ હોવાથી એક પણ વિપક્ષી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યો નથી. જેથી ચૂંટણી પંચે ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારોને બિન હરીફ જાહેર કર્યા છે.ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત નામ નિર્દેશન પત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જુન, 2026 સુધીમાં 4 ઉમેદવારના નામ નિર્દેશન પત્રો મળ્યા હતા. જેની ચકાસણી 9 જુનના રોજ કરવામાં આવી હતી અને 4 ઉમેદવારોના ઉમેદવારી પત્ર માન્ય ઠર્યા હતા. 11 જુનના રોજ નામ નિર્દેશન પત્ર પાછા ખેંચવાનો સમય પૂર્ણ થતાં 4 બેઠકો સામે 4 ઉમેદવારો જ હોઈ ચૂંટણી બિનહરીફ થતી હોઈ ચૂંટણી અધિકારી ચેતન પંડ્યાએ ઉપરોક્ત તમામ 4 ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. જેમાં રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયાનો સમાવેશ થાય છે.કોનું સ્થાન લેશે નવા સભ્યો?આ ચૂંટાયેલા ઉમેદવારો રાજ્યસભાના વર્તમાન સભ્યો રામભાઈ મોકરીયા, નરહરી અમીન, રમીલાબેન બારા અને શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. આ તમામ સભ્યોની મુદ્દત 21 જુન, 2026 ના રોજ પૂરી થઈ રહી છે.જાણો વિજેતા ઉમેદવારો વિશે:● મુકેશ રાઠવા: આદિવાસી સમાજમાંથી આવે છે અને છોટાઉદેપુર જિલ્લાના કવાંટના રહેવાસી છે. તેઓ ભાજપ મહામંત્રી અને ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. ● જીતેન્દ્ર કણઝારીયા: સતવારા સમાજના છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના અગ્રણી નેતા છે. તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. 2021 માં કોરોનાના કારણે તેમના પિતાનું નિધન થયું હતું.● માનસિંહ પરમાર: રાજપૂત સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.● રાજેશ શુક્લ: બ્રાહ્મણ સમાજના અગ્રણી, કડી-કલોલ ભાજપના કાર્યકર અને હાલ સુરેન્દ્રનગરના પ્રભારી છે.#MorbiUpdate #RajyaSabhaElection2026 #GujaratPolitics #RajyaSabha #GujaratNews #BJP #UnOpposed #GujaratAssembly