જેતપર ઉપરાંત આજુબાજુના ગામોના ખેડૂતો પણ વિશાળ સંખ્યામાં રેલીમાં જોડાયામોરબી : જેતપર ગામના ખેડૂતો વીજલાઈનના કામ સામે લડત આપી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે ટ્રેકટર રેલી યોજવામાં આવી છે. આ ટ્રેકટર રેલી મહારાણા પ્રતાપ સર્કલથી પસાર થઈ ગઈ છે. જે હવે નટરાજ ફાટક થઈ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ સુધી પહોંચશે. અહીં ખેડૂતો ટ્રેકટર પાર્ક કરી કલેકટર કચેરીએ જશે.ખેડૂતો દ્વારા કાઢવામાં આવેલી ટ્રેક્ટર રેલીમાં જેતપર અને આજુબાજુના ગામોના લોકો પોતાના ટ્રેક્ટર્સ લઈને જોડાયા છે. આ રેલીમાં મહેન્દ્રનગરથી સ્થાનિક લોકો પણ જોડાયા છે. અનેક ખેડૂતો તેમજ અન્ય લોકો બાઈક અને ગાડીઓ લઈને આ રેલીમાં ઉમટી પડ્યા છે. થોડી જ વારમાં ખેડૂતો કલેકટર કચેરીએ પહોંચવાના છે. જ્યાં જિલ્લા કલેકટરને વીજલાઈન કંપની અને તંત્રની તાનાશાહી અંગેની વિસ્તૃત રજુઆત કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #TractorRally #FarmersRally #Jetpar #Mahendranagar #MorbiNews #CollectorOffice