પોસ્ટમેન ઘરે આવીને પણ ફ્રીમાં કાઢી આપશે હયાતીનું પ્રમાણપત્રમોરબી: ગુજરાત સરકારના નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વચ્ચે થયેલ સમજૂતી મુજબ, મોરબી જિલ્લાના તમામ રાજ્ય સરકારના પેન્શનરો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર (લાઇફ સર્ટિફિકેટ) મેળવવાની વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત 02/05/2026 થી 31/07/2026 સુધી પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો પેન્શનરોના ઘરે રૂબરૂ જઈને કોઈપણ જાતના ચાર્જ વગર ફ્રીમાં હયાતીનું સર્ટિફિકેટ કાઢી આપશે. આથી હવે પેન્શનરોને જીવન પ્રમાણપત્ર જમા કરાવવા માટે બેંકમાં ધક્કા ખાવાની ફરજ પડશે નહીં.આ ઉપરાંત, પેન્શનરો નજીકની પોસ્ટ ઓફિસ મારફતે પણ સરળતાથી જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. મોરબી મેઈન પોસ્ટ ઓફિસ (Morbi MDG) ખાતે પણ આ કામગીરી માટે 10/06/2026 થી 30/06/2026 સુધી દરરોજ સવારે 7:30 થી 10:30 વાગ્યા સુધી એક સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પેન્શનરો સરળતાથી આ સેવા મેળવી શકશે.ડિજિટલ બાયોમેટ્રિક પ્રમાણિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનર પોતાનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકશે. આ સુવિધા ખાસ કરીને વૃદ્ધ અને શારીરિક રીતે અશક્ત પેન્શનરો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. મોરબી એમડીજીના એસપીએમ વર્ષાબેન મહેતા દ્વારા મોરબી જિલ્લાના તમામ પેન્શનરોને ઘરે બેઠા તેમજ પોસ્ટ ઓફિસ ખાતે યોજાયેલા મેળાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #LifeCertificate #PostOffice #Pensioners #DigitalLifeCertificate #JeevanPramaan #MorbiPostOffice #GujaratGovernment #IndiaPost