જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મેયર ઉત્તમ સુરાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિરે કાર્યક્રમ યોજાયોમોરબી: દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાના 12 વર્ષ પૂર્ણ થતા આજે મોરબીમાં ઠેર ઠેર મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના રવાપર ખાતે તેમજ સનાળા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ગામડાઓમાં પણ મહા આરતીનું આયોજન કરાયું હતું. સ્વામિનારાયણ મંદિરે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો અને ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને મહા આરતી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 12 વર્ષથી સત્તા પર અવિરત સેવા આપી રહ્યા છે, ત્યારે તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે આજે આખા દેશમાં દરેક ઠેકાણે મહા આરતીના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ નિમિત્તે મોરબીમાં પણ કાર્યકર્તાઓ દ્વારા ખૂબ અંતરથી ભગવાન સ્વામિનારાયણને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.#Morbi #MorbiNews #MorbiUpdate #NarendraModi #MahaAarti #BJPMorbi #GujaratNews