ખેડૂતો જિલ્લા કલેકટર કચેરીએ આવીને કલેકટર સમક્ષ વીજલાઈન મુદ્દે કરશે રજુઆતમોરબી: મોરબીના જેતપર ગામના ખેડૂતોએ અદાણી કંપની અને તંત્રની મનમાની સામે મોરચો માંડી દીધો છે. ખેડૂતોના ખેતરમાં કોઈપણ પ્રકારની પરમિશન વગર થાંભલા નાખતી વીજ કંપની વિરુદ્ધ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અન્યાયના વિરોધમાં ખેડૂતો દ્વારા આજે ટ્રેકટર રેલી યોજવામાં આવી છે.આપ નેતા પંકજભાઈ રાણસરિયાની આગેવાની હેઠળ, વીજ કંપનીના આ કૃત્યના વિરોધમાં અને પોતાનો હક માંગવા માટે જેતપરના ખેડૂતો દ્વારા એક વિશાળ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે. આ ટ્રેક્ટર રેલી જેતપરથી પ્રસ્થાન કરી ચૂકી છે અને મોરબી કલેક્ટર કચેરી તરફ આગળ વધી રહી છે, જ્યાં પહોંચીને ખેડૂતો પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવશે. 'અમારો હક્ક અમને આપો' અને 'આપણી એકતા આપણી તાકાત' ના બેનર હેઠળ ખેડૂતો એકજૂથ થઈને માર્ગો પર ઉતરી આવ્યા છે. વીજ કંપનીની જોહુકમી સામે જેતપરના ખેડૂતોનું આ આંદોલન હવે વધુ વેગ પકડી રહ્યું છે.#MorbiUpdate #Morbi #Jetpar #FarmersProtest #TractorRally #MorbiNews #GujaratFarmers #MorbiCollectorOffice