દાદા દારૂના નશામાં ધૂત હોવાની ચર્ચા : પોલીસે અટકાયત કરીમોરબી : મોરબી શહેરમાં બેફામ વાહન ચલાવી બીજાના જીવ જોખમમાં મુકવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મુખ્ય અને વ્યસ્ત એવા શનાળા રોડ પર એક વૃદ્ધ કાર ચાલકે બેફામ કાર હંકારતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ વૃદ્ધે પોતાની કાર પરનો કાબૂ ગુમાવતા શનાળા રોડ પર 2 અલગ-અલગ જગ્યાએ અકસ્માત સર્જ્યા હતા. આ વૃદ્ધ દારૂના ચિક્કાર નશામાં હોવાનું ત્યાં ઉપસ્થિત લોકો જણાવી રહ્યા હતા. શનાળા રોડ પર અકસ્માતની જાણ થતાં જ પોલીસ ટિમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે નશાની હાલતમાં બેફામ કાર ચલાવી રહેલા આ વૃદ્ધની ઘટનાસ્થળેથી જ અટકાયત કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ પીને આતંક મચાવવાની ઘટનાઓ વધી રહી છે. આવી ઘટનાઓને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને રાત્રિ પેટ્રોલિંગ તથા ચેકિંગ ઝુંબેશ વધુ કડક બને તેવી લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Accident #DrunkDriving #ShanalaRoad #MorbiPolice #CrimeNews #GujaratNews