ઢોલ-નગારાના તાલે ખેડૂતોની ટ્રેકટર રેલીને વધાવવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યામોરબી: ખેતરોમાં વીજ લાઈન નાખવા સામે ખેડૂતોએ જેતપર ગામેથી યોજેલી ટ્રેકટર રેલીનું મોરબીમાં આગમન થઈ ચૂક્યું છે. આ રેલી મહેન્દ્રનગર પાસે પહોંચતા જ લોકો દ્વારા ઠેર-ઠેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અહીં ઢોલ-નગારાના તાલે રેલીને વધાવામાં આવી છે. આ વેળાએ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. હવે આ ટ્રેકટર રેલી આગળ વધીને મોરબી કલેકટર કચેરી સુધી પહોંચશે. અહીં તમામ ખેડૂતો જિલ્લા કલેકટર સમક્ષ કંપની અને તંત્રની મનમાની અંગેની રજુઆત કરશે. ઉલ્લેખનીય છે કે જેતપર ગામના ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજ લાઇનના કામ સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ બે વખત રોડ ચક્કાજામ પણ કર્યા છે. તેવામાં હવે જિલ્લા કલેકટરને થનાર રજૂઆત ઉપર જિલ્લાભરના ખેડૂતોની મીટ મંડાઈ છે.#Morbi #MorbiUpdate #FarmersRally #Mahendranagar #KhedutRally #GujaratNews