મોટી સંખ્યામાં ખેડૂતોનો જિલ્લા કલેકટર કચેરીએ પડાવ મોરબી : જેતપર ગામના ખેડૂતોએ વીજલાઈનના કામ સામે શરૂ કરેલી લડત વધુ વેગ પકડી રહી છે. આજે ખેડૂતોએ વિશાળ ટ્રેકટર રેલી યોજી છે. આ રેલી બપોરે 12 વાગ્યાના અરસામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી છે. અહીં ખેડૂતોએ પડાવ નાખ્યો છે. ખેડૂતો દ્વારા હવે વીજલાઈનના વળતર મુદ્દે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેકટર રેલી જેતપરથી સવારે પ્રસ્થાન થઈ હતી. જે મહેન્દ્રનગર થઈ મહારાણા પ્રતાપ સર્કલ અને ત્યાંથી નટરાજ ફાટક થઈ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી. અહીં ખેડૂતો ટ્રેકટર પાર્ક કરી કલેકટર કચેરી સુધી પહોંચ્યા છે. હવે થોડી જ વારમાં ખેડૂતો કલેકટર સમક્ષ વીજલાઈન કંપની અને તંત્રની તાનાશાહી અંગેની વિસ્તૃત રજુઆત કરશે.#Morbi #MorbiUpdate #TractorRally #FarmersRally #Jetpar #Mahendranagar #MorbiNews #CollectorOffice