વાહકજન્ય રોગોના અટકાવ માટે આરોગ્ય ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી કરાઈમોરબી: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.શ્રીવાસ્તવ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કારોલીયાની સૂચના તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણના ડો.જાગૃતિ ગાંભવાના માર્ગદર્શન હેઠળ આમરણ કેન્દ્ર હેઠળના વિવિધ ગામોમાં જૂન માસ અંતર્ગત હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ તેમજ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી છે.આ ઝુંબેશ અંતર્ગત ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરો દ્વારા સર્વેલન્સ, વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ જૂન માસ મેલેરિયા વિરોધી માસ દરમિયાન હાથ ધરવામાં આવી છે. ફિલ્ડ આરોગ્ય કાર્યકરો દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોની શોધખોળ કરી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મચ્છર ઉત્પત્તિના બધા સંભવિત સ્થળોની તપાસ કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને નકામા પાણીના પાત્રો ખાલી કરાવવામાં આવ્યા હતા.લોકોને પક્ષી કુંડ નિયમિત રીતે સાફ કરવા તેમજ ઘરોની અંદર અને બહાર જે સ્થળોમાં પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરવા જણાવ્યું હતું. બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દૂર કરી ઉપયોગી પાણીના પાત્રમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે જ સ્કૂલ ખાતે આરોગ્ય શિક્ષણ, રેલી અને પત્રિકા વિતરણ કરીને લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.#Morbi #MorbiNews #MorbiUpdate #HealthDepartment #AamranPHC #MalariaAwareness #HealthCampaign #AntiMalariaMonth