માર્ગ પર વાહનોના ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયા: તંત્ર સત્વરે ઉકેલ લાવે તેવી નાગરિકોની માંગમોરબી : મોરબીમાં કેનાલની કુંડી ઓવરફ્લો થવાને કારણે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મળતી માહિતી મુજબ, મોરબીની પંચાસર ચોકડીથી નાની કેનાલ રોડ પર આવેલી કેનાલની કુંડીમાં કોઈ કારણોસર કચરો ફસાઈ ગયો છે અથવા તો આ કુંડી તૂટી ગઈ છે. જેના પરિણામે કેનાલનું પાણી સીધું જ રસ્તા પર ફરી વળ્યું છે.આ માર્ગ પર પાણી એટલી હદે ભરાઈ ગયું છે કે ત્યાંથી પસાર થતા વાહનોના ટાયર પણ સંપૂર્ણપણે ડૂબી જાય છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.એક તરફ પાણી બચાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ અહીં માર્ગ પર લાખો લિટર પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. આ સમસ્યા અંગે સ્થાનિક નાગરિકોની ઉગ્ર માંગ છે કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર તાત્કાલિક જાગે અને આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવે, જેથી કિંમતી પાણીનો બગાડ અટકે અને લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે.#Morbi #MorbiUpdate #MorbiNews #WaterWastage #PublicIssue #CanalBroken #GujaratNews