યોગ્ય વળતર આપો તો ચક્કાજામ હટાવી દઈએ, જેતપર સહિતના ગામોના ખેડૂતોની માંગમોરબી : જેતપર ગામે છેલ્લા ઘણા દિવસથી વીજ લાઇનના કામ સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે વીજ કંપનીએ કામ શરૂ કરતા ખેડૂતોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં ખેડૂતોએ અણિયારી ટોલનાકા પાસે હાઇવે પર ચક્કાજામ કરી દીધો છે.6થી વધુ ગામના ખેડૂતો જોડાયા, હાઇવે પર 5-5 કિલોમીટરની કતારોઆ વિરોધ પ્રદર્શનમાં જેતપર, અણિયારી, રંગપર, ચકમપર, જીવાપર અને ખાખરેચી સહિતના ગામના લોકો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે. ખેડૂતોના ચક્કાજામના કારણે હાઇવેની બંને તરફ 5-5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, જેનાથી વાહનચાલકો પરેશાન છે. અગાઉ પણ ખેડૂતોએ ડિટેઇન કરાયેલા ખેડૂતોને મુક્ત કરાવવા માટે જામ કર્યો હતો અને પોલીસ દ્વારા ખેડૂતોને મુક્ત કરાયા બાદ જ ચક્કાજામ હટાવ્યો હતો.થાંભલા દીઠ 50 લાખ રૂપિયાના વળતરની માંગખેડૂતોની મુખ્ય માંગ વળતરને લઈને છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે કચ્છના ખેડૂતોને 75 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા, તો તેઓને 75 લાખ નહિ પરંતુ થાંભલા દીઠ 50 લાખ રૂપિયાનું વળતર વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવે. આ ઉપરાંત ખેતરમાંથી પસાર થતા તાર માટેનું જે કંઈ કાયદેસરનું વળતર થતું હોય તે પણ ચૂકવવાની તેઓ માંગ કરી રહ્યા છે.પોલીસની કેસ કરવાની ચેતવણી પોલીસ વિભાગ દ્વારા ખેડૂતોને સમજાવવાના પ્રયાસો ચાલુ છે અને જણાવવામાં આવ્યું છે કે નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી શકાય નહીં, જો જામ નહિ હટે તો પોલીસ કેસ કરશે અને પરિસ્થિતિ વધુ વણસશે. બીજી તરફ ખેડૂતો પોતાની માંગ પર અડગ છે અને તેમના આગેવાનો આવ્યા બાદ જ આ અંગેનો આગામી નિર્ણય લેવાની વાત કરી રહ્યા છે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #TrafficJam #AniyariTollPlaza #GujaratNews #MorbiNews