નવા ગામતળમાં વસતા 100 પરિવારો માટે પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા ટીંબડી ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆતમોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામે નવા ગામતળની જગ્યાના વિવાદનું નિરાકરણ લાવવા તથા નવી ટીંબડી (નવા ગામતળ) માં વિકાસના કાર્યો કરવાની પરવાનગી આપવા બાબતે ટીંબડી ગ્રામ પંચાયતના સરપંચ જ્યોત્સનાબેન ભરતભાઈ વડસોલા દ્વારા 9 જૂન 2026 ના રોજ મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ટીંબડી ગામે નવા ગામતળ (નવી ટીંબડી) વિસ્તારનો ટીંબડી ગામના સર્વે નંબર 94/2 તથા પીપળી ગામના ખરાબાના સર્વે નંબર 304/1 પૈકીની જગ્યાઓ અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ માટે મોરબીના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કામગીરીની રચના થયેલ છે. જેથી પંચાયત દ્વારા આ બાબતનું ઝડપથી અને યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે.સરપંચે વધુમાં જણાવ્યું છે કે, ટીંબડી ગામના નવા ગામતળમાં આશરે 100 જેટલા પરિવારો વસવાટ કરે છે. હાલમાં સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અહીં મંજૂર થયેલા પ્લોટો ફાળવવામાં આવ્યા છે અને આવાસ યોજનાના મકાન બનાવવાનું કામ પણ ચાલુ છે. આ મકાનો સરકારની સહાયથી બની રહ્યા છે. આ પરિવારોને રહેવા માટે લાઇટ, પાણી, ભૂગર્ભ-ગટર, અને રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોની આવશ્યકતા હોય, ટીંબડી પંચાયત આ વિસ્તારમાં વિકાસના કામો કરવા માંગે છે. આથી, તેઓના ગ્રામ પંચાયતના વિસ્તારમાં વિકાસના કામો કરવાની સત્વરે પરવાનગી આપવામાં આવે તેવી કલેક્ટરને અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #TimbdiVillage #GramPanchayat #CollectorMorbi #PMAwasYojana #DevelopmentWork #MorbiNews