મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાવડી રોડ પર આવેલ હોટલ ઠાકરધણી ટી સ્ટોલ સામે જાહેરમાં મોબાઈલ ફોનમાં લુડો ગેમ પર જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી નંદલાલ લખમણભાઈ રૈયાણી, બિલાલ આદમભાઈ લંઘા અને આરોપી નઇમ નૂરમામદભાઈ ચાનીયા રહે.ત્રણેય મોરબી વાળાઓને ઝડપી લઈ રોકડા રૂ.1500 તેમજ 5 હજારનો મોબાઈલ ફોન કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.