ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયામોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે વીજ લાઈનની કામગીરીને લઈને ચાલી રહેલા વિવાદમાં આજે પણ વાતાવરણ તંગ જોવા મળ્યું હતું. ખેડૂતોના વિરોધ વચ્ચે વીજ કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપર ગામે વીજ કંપની દ્વારા આજે ફરી એકવાર ખેડૂતના ખેતરમાં પોતાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અગાઉ પણ આ મુદ્દે ભારે વિરોધ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે આજે ફરીથી કામગીરી શરૂ થતા મામલો ગરમાયો છે. વીજ કંપનીના કર્મચારીઓ કામગીરી માટે પહોંચતાની સાથે જ બીજી તરફ મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. ખેડૂતો દ્વારા આ કામગીરીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે સતત ચાર દિવસથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ એક વખત ખેડૂતોની અટકાયત કરવામાં આવતા ખેડૂતો અને તેમના પરિવારજનો દ્વારા ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો. #MorbiUpdate #MorbiNews #Jetpar #Morbi #FarmersIssue #GujaratPolice #ElectricityBoard #GujaratNews #FarmersProtest #LocalNews