મેઇન્ટેનન્સની કામગીરીને પગલે સવારે 8:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી: ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં આવતીકાલે તારીખ 10/06/2026 ને બુધવારના રોજ મેઇન્ટેનન્સ અને નવા ફીડરની કામગીરી કરવાની હોવાથી સવારે 8:00 કલાકથી સાંજે 7:00 કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.જેમાં ઘૂંટુ સબ સ્ટેશનમાંથી નીકળતા વિવાન્તા ઇન્ડસ્ટ્રીયલ અને બેલા ખેતીવાડી ફીડર અને ભરતનગર સબ સ્ટેશનમાંથી નીકળતા અમૃત ફીડર બંધ રહેશે. આ ફીડરો હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (HT) અને ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #PowerCut #PGVCL #Ghuntu #Bharatnagar #ElectricityUpdate #Gujarat