બે આરોપીઓએ યુવકને માર મારી કાનના પડદામાં નુકશાન કર્યાની ફરિયાદમોરબી : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામના સ્મશાન નજીક મોટી બરાર ગામના યુવક પાસે પીવાનું પાણી માંગનાર બે યુવકને પાણી ન હોવાનું જણાવતા યુવક પર બન્ને શખ્સોએ હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરી બેફામ માર મારતાએ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા ફરિયાદી જયેશભાઇ ગોવિંદભાઇ મૂછડીયા ઉ.38 નામના યુવકે આરોપી પુનિત ઉર્ફે પુનિયો પટેલ અને આરોપી નવનીત પટેલ રહે.બન્ને સરવડ ગામ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.6 જુનના રોજ રાત્રીના સમયે બન્ને આરોપીઓએ સરવડ ગામના સ્મશાન પાસે ફરિયાદી હાજર હતા ત્યારે પાણી માંગતા ફરિયાદીએ પાણી નહીં હોવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારતા કાનના પડદામાં ઇજાઓ થઈ હતી.બનાવ અંગે પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.