મોક્ષ ધૂન સત્સંગ મંડળ દ્વારા દિવંગત આત્માઓની શાંતિ અર્થે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી ધૂન બોલાવાશેમોરબી: લીલાપર રોડ પર આવેલ વિદ્યુત સ્મશાન ખાતે નવા રામધૂન સત્સંગ હોલમાં મોક્ષ ધૂન સત્સંગ મંડળ, મોરબી દ્વારા દિવંગત આત્માઓની શાંતિ અને મોક્ષ અર્થે 12 કલાકની સમૂહ રામધૂન તેમજ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 11-06-2026 ને ગુરુવાર (અધિક જેઠ વદ અગિયારસ) ના પવિત્ર દિવસે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ રામધૂનનો કાર્યક્રમ ચાલશે. આ જગ્યા પર જેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોય તેવા તમામ દિવંગતોના દેહરૂપી આત્માને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય તેવી સદ્ભાવના અને પ્રાર્થના સાથે આ આયોજન કરાયું છે.ધૂનમાં આવનાર તમામ માટે બપોરે ફરાળની વ્યવસ્થા પણ સ્થળ પર જ ગોઠવવામાં આવી છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહેવા તેમજ હરિભક્તો અને મિત્રોને સાથે પધારવા મોક્ષ ધૂન સત્સંગ મંડળ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #RamDhun #MokshDhun #SpiritualEvent #MorbiNews #GujaratNews