છેલ્લા 6 મહિનાથી પાણી ન આવતા રહીશો ત્રસ્ત, મેયર અને કમિશનરને કરી રજૂઆતમોરબી : મોરબીના બાયપાસ વિસ્તારમાં આવેલી સત્કાર રેસિડેન્સીના રહીશો છેલ્લા 3.5 વર્ષથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ મામલે કંટાળીને આજે સોસાયટીના રહીશોએ એકઠા થઈને મેયર અને કમિશનરને રજૂઆત કરી હતી અને જો ટૂંક સમયમાં સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર રોડ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.એકદમ ધીમા ફોર્સથી આવે છે પાણીસત્કાર રેસિડેન્સીના પ્રમુખ ઉમેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં છેલ્લા 3.5 વર્ષથી પાણીનો મોટો પ્રશ્ન છે. અગાઉ એકદમ ધીમા ફોર્સથી પાણી આવતું હતું, પરંતુ છેલ્લા 6 મહિનાથી પરિસ્થિતિ વધુ વણસી છે અને પાણીની સમસ્યા વધુ ઘેરી બની છે. જ્યારે પાણી આપવામાં આવે છે ત્યારે એકાતરા માત્ર 1 થી 2 કલાક માટે જ અને તે પણ ખૂબ જ ધીમા પ્રવાહે આવે છે, જેનાથી કોઈની પ્રાથમિક જરૂરિયાત પણ પૂરી થતી નથી. pઅગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.13 એપાર્ટમેન્ટના લોકોને 1 ડોલ પાણી પણ પૂરતું મળતું નથીસ્થાનિક રહીશ રમેશભાઈ હરજીવનભાઈ ભટાસણાએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, સત્કાર રેસિડેન્સીમાં કુલ 13 એપાર્ટમેન્ટ આવેલા છે અને એક-એક એપાર્ટમેન્ટમાં 100 થી 125 જેટલા સભ્યો વસવાટ કરે છે. આટલી મોટી વસ્તી હોવા છતાં, કોઈના ભાગે 1 ડોલ પાણી પણ પૂરતું આવતું નથી. તેમણે તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મોટા અધિકારીઓના ઘરે ફુવારાથી નહાવા માટે પૂરતું પાણી હોય છે, પરંતુ સામાન્ય નાગરિકોને વાપરવા કે પીવા પૂરતું પાણી પણ આપવામાં આવતું નથી.ઉકેલ નહીં આવે તો રોડ આંદોલનની ચેતવણીપાણીની આ વિકટ સમસ્યા અંગે રહીશોએ પાણી પુરવઠા વિભાગ, કમિશનર અને મેયરને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. આજે મેયર સાથેની મુલાકાત બાદ તેમણે ટૂંક સમયમાં પૂરતા ફોર્સથી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે. જોકે, રહીશોનો ધીરજનો અંત આવ્યો છે અને તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો સમગ્ર સોસાયટીના સભ્યો દ્વારા રસ્તા પર ઉતરીને રોડ આંદોલન કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #WaterCrisis #SatkarResidency #LocalIssues #GujaratNews