મોરબી : મોરબી પીજીવીસીએલની શહેર પેટા વિભાગ-02 કચેરી દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આવતીકાલે તારીખ 09/06/2026 ને મંગળવારના રોજ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી ત્રાજપર ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.ત્રાજપર ફીડર હેઠળ આવતા તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી, આનંદ નગર, મધુરમ, મયુર સોસાયટી વગેરે તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે. આ વીજકાપનો સમય સવારે 07:00 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે. જોકે, મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ફરીથી ચાલુ કરવામાં આવશે તેમ નાયબ ઇજનેર, શહેર પેટા વિભાગ-02, મોરબી દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #Trajpar #MorbiNews #PowerMaintenance