સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી કોસ્મો જેજીવાય ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશેમોરબી : મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 09/06/2026, મંગળવારના રોજ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે કોસ્મો જેજીવાય ફીડર સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં ઇન્દિરા નગર, ધર્મ મંગલ સોસાયટી, શિવ પાર્ક, સત્યમ પાર્ક, શીતળા માં વિસ્તાર, ઉમા વિલેજ સોસાયટી વિસ્તાર તેમજ આ ફીડર હેઠળના તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PGVCL #PowerCut #MorbiCity #Gujarat #PowerSupply