કાલે 9 જૂને તમામ 13 વોર્ડમાં કોર્પોરેટરો અને અધિકારીઓની હાજરીમાં સઘન ચેકિંગ અને પ્લાસ્ટિક કલેક્શન કામગીરી હાથ ધરાશેમોરબી : રાજ્ય સરકારના 'સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત' અભિયાન અંતર્ગત મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી શહેરમાં આજથી તા.14 દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શનની સઘન ઝુંબેશ ચલાવવામાંની જાહેરાત કરવામાં આવી છે.આવતીકાલે તારીખ 09/06/2026 ના રોજ મોરબીના તમામ 13 વોર્ડમાં પ્લાસ્ટિક કલેક્શન માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ કામગીરી સવારે 08:00 અને 09:30 કલાકે શરૂ થશે, જેમાં દરેક વોર્ડમાં નોડલ ઓફિસર, સેનિટેશન ઇન્સ્પેક્ટર (SI) અને ચૂંટાયેલા પદાધિકારીઓ હાજર રહીને કામગીરીનું નિરીક્ષણ કરશે. આ અભિયાનમાં શાળા, કોલેજ, NSS, NCC, મહિલા મંડળો, વેપારી એસોસિએશન અને સામાજિક સંસ્થાઓને સક્રિયપણે જોડવામાં આવશે. જાહેર સ્થળો, બજાર વિસ્તાર, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો અને ઔદ્યોગિક વિસ્તારોમાં સફાઈ કામગીરી અને ચેકિંગ હાથ ધરવામાં આવશે.દરેક વોર્ડમાં પ્લાસ્ટિકના હોટસ્પોટ ઓળખી ત્યાં ખાસ સફાઈ કરાશે અને તમામ અધિકારીઓ દ્વારા દૈનિક મોનિટરિંગ કરવામાં આવશે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.