મોરબી : મોરબીના જૂના ઘૂંટુ રોડ પર છેલ્લા 3 મહિનાથી રોડ પરનો ખાડો વાહનચાલકો માટે મુશ્કેલરૂપ બન્યો છે. ઔદ્યોગિક વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય સમસ્યા ઊભી થઈ રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના જૂના ઘૂંટુ રોડ પર ઔદ્યોગિક વિસ્તાર હોય દરરોજ ભારે વાહનો માલ સામાન ભરીને અવરજવર કરતા હોય છે. ત્યારે રોડ પર એક કેડી જેવો લાંબો ખાડો વાહન ચાલકો માટે સમસ્યા રૂપ બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ મહિનાથી આ ખાડો આમને આમ જ છે. તંત્ર દ્વારા આ ખાડાનું રીપેરીંગ કરવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી. રસ્તા પર આ ખાડો ખોદીને યોગ્ય બુરાણ ન કરવામાં આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ખાડાના કારણે વાહનોમાંથી ઘણી વખત લોકો પડી પણ જાય છે અને અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. ત્યારે તંત્ર દ્વારા આ ખાડાનું યોગ્ય પુરાણ કરી રસ્તો યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #GhuntuRoad #MorbiNews #PublicIssue #RoadCondition #MorbiCity #GujaratNews