કલેકટરના આદેશ બાદ કેનાલની બદલે સામતસર સરોવરમાં ગંદુ પાણી છોડાતા પર્યાવરણ અને જાહેર આરોગ્ય સામે ગંભીર સવાલોહળવદ : હળવદ નગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. કલેક્ટરના હસ્તક્ષેપ બાદ કેનાલમાં જતું ગટરનું ગંદુ પાણી બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા આ ગંદુ પાણી સામતસર સરોવરમાં ડાયવર્ટ કરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.તળાવ પ્રદૂષિત થતા રોગચાળાની દહેશતકેનાલને બચાવવાના ચક્કરમાં પાલિકાએ તળાવને પ્રદૂષિત કરી દીધું હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. તળાવમાં સીધું ગટરનું પાણી ભળતા આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. પ્રદૂષિત પાણીના કારણે ભયંકર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે, જેનાથી લોકોના આરોગ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.શહેરીજનોમાં રોષ અને નિષ્પક્ષ તપાસની માંગઆ સમગ્ર મામલે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે ગટરનું ગંદુ પાણી તળાવમાં છોડવાની મંજૂરી આખરે કોણે આપી ? જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર જવાબદારો સામે કોઈ કાર્યવાહી થશે ખરી ? કેનાલમાંથી તળાવ સુધી ગંદુ પાણી પહોંચાડવાની પાલિકાની આ કામગીરી પાછળ કોની બેદરકારી છે? હાલ તો સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.#MorbiUpdate #HalvadNews #HalvadMunicipality #SamatsarSarovar #WaterPollution #GujaratNews #PublicHealth #Morbi