વાડી વિસ્તારમાં અજાણ્યા 5 શખ્સોએ ધસી આવી બે શખ્સોએ પતિને દૂર લઈ જઈ બાકીના શખ્સોએ તેની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું : આવી જ રીતે દુષ્કર્મનો બીજો બનાવ, કોઈ ગેંગ સક્રિય થયાનું અનુમાનમોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં ફરી બીજી વખત એક મહિલા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આવા કુલ બે બનાવો બનતા કોઈ ચોક્કસ ગેંગ સક્રિય થઈને આવા બનાવોને અંજામ આપી રહી હોવાની શંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી પંથકમાં વધુ એક સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વાડી વિસ્તારમાં એક પરપ્રાંતીય પરિણીતા સામૂહિક દુષ્કર્મનો ભોગ બની છે. ભોગ બનનાર મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ જઘન્ય અપરાધમાં કુલ 5 શખ્સોની ગેંગ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ 5 શખ્સોની ગેંગમાંથી 2 શખ્સોએ પતિને દૂર લઈ જઈ પકડી રાખ્યો હતો. બાકીના 3 શખ્સોએ પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. નોંધનીય છે કે, આ બનાવ એ જ રાત્રે બન્યો હતો જે રાત્રે મોરબીમાં અગાઉનો અન્ય એક દુષ્કર્મનો બનાવ નોંધાયો હતો. તેમાં પણ અજાણ્યા 5 શખ્સોએ વાડીમાં ધસી આવી પતિને પકડી રાખી તેની પત્ની ઉપર બાળક સામે જ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બન્ને ગુનાને એક જ ગેંગે અંજામ આપ્યો હોવાનું અનુમાન છે. બીજી તરફ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ગેંગના અમુક સભ્યો પોલીસના હાથવેંતમાં જ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. #MorbiUpdate #MorbiNews #MorbiPolice #Chakampar #CrimeNews #GujaratNews