ખેડૂતની છાતી ઉપર બળજબરીથી થાંભલો નાખશો તો, થાંભલા સાથે સરકાર પણ ઉખડશેહેવી વીજ લાઇન માટે ત્રણ શરત... કાતો ચાર ગણું વળતર, મહિને થાંભલા દીઠ 30 હજાર ભાડું અથવા થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા આપો : 15મીએ ગાંધીનગર ટ્રેકટર રેલીમાં ગામે ગામથી ખેડૂતોને જોડાવા આહવાનમોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ખેડૂતોના ખેતરમાંથી હેવી લાઈન પસાર કરવા મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેવામાં મોરબી તાલુકાના જેતપર ગામે વળતર ચૂકવ્યા વગર જ થાંભલા ઉભા કરવા મુદ્દે ખેડૂતો ખુલ્લી છાતીએ કંપની સામે મેદાનમાં ઉતરી ધરપકડ વહોરતા સમગ્ર રાજ્યમાં ગંભીર પડઘા પડયા છે.બીજી તરફ ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ અને કિશાન કોંગ્રેસ ખૂલીને ખેડૂતોની પડખે આવી રવિવારે રાત્રે જેતપર ખાતે સભા યોજી સરકાર અને કંપનીને લડત માટેનું અલ્ટીમેટમ આપી આગામી 15 જૂને ગાંધીનગરમાં ટ્રેકટર રેલી થકી વિરોધ કરી સરકાર સમક્ષ હેવી વીજલાઈન મુદ્દે ત્રણ શરતો મુકવાની સાથે બળજબરીથી ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવામાં આવશે તો થાંભલાની સાથે સરકારને પણ ઉખાડી ફેકવા હુકાર કર્યો હતો.મોરબી તાલુકાના જેતપર ગામના અંદાજે 180 જેટલા ખેડૂતોના ખેતરમાંથી હળવદ ટ્રાન્સમિશન કંપની દ્વારા વળતર ચૂકવ્યા વગર જ થાંભલા ઉભા કરી લાઇન પસાર કરવાની પેરવી કરવામાં આવતા રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા ત્રણ દિવસથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે 10 વર્ષના બાળકથી લઈ વૃદ્ધ ખેડૂતો અને મહિલાઓને પણ પોલીસે ડિટેઇન કરતા સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડયા છે. ખેડૂતો પર કંપનીના ઈશારે વહીવટીતંત્ર અને પોલીસે દમન ગુજારતા રવિવારે રાત્રે ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ અને કિશાન કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરાયું હતું.જેમાં કિશાન નેતા પાલ આંબલિયા, ડાયાભાઇ ગજેરા, મહેશ રાજકોટિયા, સુરતના જયેશ પટેલ, લાલજી પટેલ, નેહુલ અમૃતિયા અને સંદીપ કાલરીયા સહિતના ખેડૂત નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કરી પ્રવર્તમાન સરકારને અંગ્રેજ શાસન સાથે સરખાવી કંપની સરકાર ગણાવી હતી.જેતપર ખાતે યોજાયેલ સભામાં ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના પાલ આંબલિયાએ કહ્યું હતું કે, હેવી વિજલાઈન નાખવા મુદ્દે સરકાર સમક્ષ મુખ્ય ત્રણ માંગણી મૂકીએ છીએ. જેમાં પ્રથમ માંગમાં ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલો નાખવો હોય તો બજાર ભાવથી ચાર ગણું વળતર ચૂકવવું અથવા તો થાંભલા દીઠ ખેડૂતને દર મહિને રૂ.30 હજાર ભાડું ચૂકવવું અથવા અંતિમ શરત મુજબ ખેડૂતના ખેતરમાં પ્રત્યેક થાંભલા દીઠ રૂ.2 કરોડ વળતર ચૂકવવા માંગ કરી હતી.સાથે જ ઉપરોક્ત ત્રણ પૈકી કોઈપણ શરત મુજબ વીજ થાંભલા નાખવાના આવશે તો ખેડૂતો વિરોધ નહીં કરે સાથે જ કંપનીના માણસોને ભોજન અને ચા પાણી પણ સમય સમયે પીવડાવશે તેવું જણાવી ચેતવણી આપતા કહ્યું હતું કે, જો કંપની ઉપરોક્ત ત્રણ શરત પૈકી એક પણનું પાલન નહિ કરી બળજબરી કરી ખેડૂતની છાતી પર થાંભલા ઉભા કરશે તો ખેડૂતો થાંભલા પણ ઉખાડી ફેકશે અને સરકારને પણ ઉખાડી ફેકશે.કિશાન સંઘર્ષ સમિતિ તમારી પહેલા ગોળી ખાવા તૈયાર છે : મહેશ રાજકોટિયાજેતપર ખાતે યોજાયેલ ખેડૂત સભામાં મોરબીના ખેડૂત મહેશ રાજકોટિયાએ આક્રમક તેવરમાં વક્તવ્ય આપતા કહ્યું હતું કે, જેતપર ગામના ખેડૂતોની એકતાને સલામ છે ગામના નાના બાળકથી લઈ વૃદ્ધ ખેડૂતો પોલીસ કે કંપની સામે ઝુક્યા વગર જે એકતા દર્શાવી છે તેને વંદન છે, આવી ને આવી જ એકતા અને તાકાત દેખાડતા રહેજો સરકાર તમને નહિ ઝુકાવી શકે, સાથે જ ખેડૂતોના હિતમાં કામ કરતી કિશાન કોંગ્રેસ અને ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ ખેડૂતોની લડાઈમાં ખેડૂતની ઢાલ બનીને ઉભી રહેવાની સાથે પહેલી ગોળી સંગઠન ખાશે તેમ જણાવી ખેડૂતોને પોતાની જમીન બચાવવા લડત આપવા આહવાન કર્યું હતું.ખેડુ અને કેળું ગમે તે બાજુથી ખવાઈ તે છાપને બદલવી પડશે : ડાયાભાઈ ગજેરાખેડૂત સભામાં ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં એવી છાપ છે કે, ખેડુ અને કેળું ગમે તે બાજુથી ખાઈ શકાય છે મતલબ કે, ખેડૂત પર ગમે તેમ ઝુલ્મ કરો તો પણ કઈ નહિ કરી શકે, આ માનસિકતા આપણે બદલવાની છે.વીજ લાઇન કંપનીઓનો ધંધો છે, આ કંપની નફો રળવા આવી છે જેને સરકારનું સમર્થન છે.આજે બજારમાં દસ ફૂટની ઓફીસ કે દુકાન ભાડે લેવા જાવ તો મહિને 5 હજાર ભાડું દેવું પડે છે તો ખેડૂતની વિશાળ જમીનના રૂ.8થી લઈ 81 રૂપિયાના ભાવ શા માટે ? વધુમાં અંગ્રેજ રાજને યાદ કરતા તેમને જણાવ્યું હતું કે, કંપની સરકાર સામે લડીને દેશ આઝાદ થયો અને આજે ફરી સરકાર કંપની સરકાર બની છે ત્યારે આપણે સરકાર સામે નથી લડતા આપણી લડાઈ કંપની સામે છે અને જરૂર પડશે તો સરકાર સામે પણ લડીશું અંતમાં ડાયાભાઈએ કહ્યું હતું કે,જય બહુ બોલાવી હવે ઇંકલાબ ઝીંદબાદ બોલવાનો અને કંપની સામે લડવાનો સમય આવી ગયો છે.ગુજરાતનું દરેક ગામ જેતપર બને તો ખેડૂતો પર અન્યાય ન થાય : પાલ આંબલિયાજેતપરની ખેડૂત સભાને સંબોધતા કિશાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી જેતપરના ખેડૂતો જે રીતે લડત આપી રહ્યા છે તે તમામ ખેડૂતોને હું નતમસ્તક વંદન કરું છે. જેતપરના ખેડૂતોએ સમગ્ર ગુજરાતના ખેડૂતોને જગાડી દીધા છે.ગુજરાતના ખેડૂત યુવાનોએ જેતપરના ખેડૂતો પાસેથી શીખવાની જરૂર છે.જેતપરના યુવાનોએ પોલીસ મથકમાં દાખવેલી હિંમત કાબિલે દાદ હોવાનું કહેતા ઉમેર્યું હતું કે, પોલીસ મથકમાં ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું હતું કે, અમારે પડીકા નથી ખાવા અમારા માટે ભોજન મંગાવો ! આજે જો ગુજરાતનું દરેક ગામ જેતપર બને તો ખેડૂતો પર કોઈ ઝુલ્મ નહિ કરી શકે, પહેલા ગોરા અંગ્રેજો હતા અને આજે કાળા અંગ્રેજો છે.ગોરા અંગ્રેજની જેમ કાળા અંગ્રેજ પણ આપણા જ ભાઈઓ એટલે કે આપણા જ દીકરા દીકરી જે પોલીસમાં છે તેને આગળ ધરી આપણી ઉપર ઝુલ્મ કરી રહ્યા છે.હવે સમય પાકી ગયો છે.જાગી જાવ જો હવે નહિ જાગો તો તમારા બાપદાદાની જમીન હવે નહિ રહે તેમ કહી આગામી 15 જૂને ગાંધીનગર ખાતે યોજાનાર ટ્રેકટર રેલીમાં મોટી સંખ્યામાં રાજ્યભરના ખેડૂતોને જોડાવા આહવાન કર્યું હતું.પંચાયતના સદસ્યથી લઈ સાંસદ સુધીના આગેવાન ખેડૂતોની પડખે નથીખેડૂત સભામાં પાલ આંબલિયાએ ગ્રામ પંચાયતના સદસ્યથી લઈ ધારસભ્ય અને સાંસદ સુધીના નેતાઓને આડે હાથ લેતા જણાવ્યું...