મોરબી : મોરબી શહેરના જેલ રોડ પર રહેતા અને મજૂરી કામ કરતા પ્રેમજીભાઈ પ્રાગજીભાઈ સોલંકીએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી છે. આ અરજીમાં તેમણે જણાવ્યું છે કે એક સીએનજી રિક્ષાચાલક તેમનો ગેસનો બાટલો લઈને નાસી ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તારીખ 18/5/2026 ના રોજ પ્રેમજીભાઈ નવલખી રોડ પર આવેલી શ્રીનાથ ગેસ એજન્સીમાંથી ગેસનો બાટલો લઈને આવતા હતા. આ દરમિયાન ધકાવાળી મેલડી માતાના મંદિર પાસે તેમણે એક સીએનજી રિક્ષાવાળાને આ ગેસનો બાટલો તેમના ઘરે મૂકી જવા માટે કહ્યું હતું. પ્રેમજીભાઈ પોતાનું બાઈક લઈને રિક્ષાની પાછળ પાછળ જતા હતા. પરંતુ રસ્તામાં રિક્ષાવાળો કોઈ ગલીમાંથી નાસી ગયો હતો અને તેમનો ગેસનો બાટલો પોતાની રિક્ષામાં જ લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પોતાનો ગેસનો બાટલો પરત મેળવવા માટે પ્રેમજીભાઈએ તારીખ 19/5/2026 ના રોજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #MorbiPolice #GasCylinderTheft #MorbiCity #GujaratNews #LocalNews