ખેડૂતે ટેલિગ્રાફ એક્ટ 1885 મુજબ પહેલા સંપૂર્ણ વળતરની માંગ કરતા કંપનીએ મામલો થાળે પાડવા ટ્રક પાછો લીધોમોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે આજે બપોરે ખેડૂત અને ખાનગી કંપની વચ્ચે રકઝક થયાનો મામલો સામે આવ્યો હતો. હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ (અદાણી) કંપની દ્વારા ખેડૂતના ખેતરમાં માલ-સામાન ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, જાગૃત ખેડૂતે કંપનીની આ કામગીરીનો સખત વિરોધ કરી સામાન ઉતારવા દીધો ન હતો અને કાયદાકીય વળતરની માંગ પર અડગ રહ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, તારીખ 07/06/2026 ના રોજ બપોરે 3:00 વાગ્યાની આસપાસ હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીનો માલ-સામાન ભરેલો ટ્રક જેતપર ગામે ખેડૂતના ખેતરે પહોંચ્યો હતો. ત્યારે ખેડૂતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જ્યાં સુધી ટેલિગ્રાફ એક્ટ 1885 ની જોગવાઈઓ મુજબ ખેડૂતને સંપૂર્ણ વળતર ચૂકવવામાં નહીં આવે, ત્યાં સુધી કંપનીનો માલ-સામાન ખેતરમાં ઉતારવા દેવામાં આવશે નહીં.ખેડૂતના મક્કમ વલણ અને કાયદાકીય માંગણી સામે કંપનીના કર્મચારીઓએ પીછેહઠ કરવી પડી હતી. પરિસ્થિતિ વધુ ન બગડે અને મામલો શાંત રહે તે હેતુથી કંપનીએ પોતાનો માલ-સામાન ભરેલો ટ્રક ત્યાંથી પાછો લઈ લીધો હતો. ખેડૂતની આ જાગૃતતાને પગલે હાલ પૂરતો આ વિવાદ શાંત પડ્યો છે, અને ખેડૂતે પોતાના હક્ક માટે અવાજ ઉઠાવીને અન્ય ખેડૂતોને પણ કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત રહેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.#MorbiUpdate #Jetpar #Morbi #MorbiNews #FarmersRights #TelegraphAct1885 #Adani #HalvadTransmissionLimited #GujaratFarmers #LatestNewsMorbi