શહેરી વિસ્તારમાં 600 થી 700 ઘરના મોટા બ્લોક ફાળવાતા વસ્તી ગણતરીદારો પરેશાન થતા હોવાની રાવમોરબી : મોરબીમાં ચાલી રહેલી વસ્તી ગણતરીની કામગીરીમાં ગણતરીદારોને ફાળવવામાં આવેલા બ્લોકને લઈને ભારે વિસંગતતા જોવા મળી રહી છે. વસ્તી ગણતરીની માર્ગદર્શિકા મુજબ એક ગણતરીદારને 200 થી 250 ઘર અને 700 થી 800 ની વસ્તી ફાળવવાની હોય છે. પરંતુ મોરબીના શહેરી વિસ્તારોમાં ગણતરીદારોને ખૂબ મોટા વિસ્તારો, એટલે કે 600 થી 700 ઘરો ફાળવી દેવામાં આવ્યા છે, જેના કારણે વસ્તી ગણતરીની કામગીરીમાં મોટો અવરોધ ઉભો થયો છે. તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારમાં મોટા બ્લોકનું વિભાજન કરીને 72 નવા બ્લોક બનાવવામાં આવ્યા છે, ત્યારે હવે શહેરી વિસ્તારોમાં પણ આવી જ માંગ ઉઠી છે.શહેરી વિસ્તારના આ વિસ્તારોમાં છે મોટી મુશ્કેલીમોરબી શહેરમાં રવાપર રોડ પર આવેલી ક્રિષ્ના સ્કૂલની આજુબાજુ 562 જેટલા મકાનો, બોરીયાપાટી લીલાપર કેનાલ વિસ્તાર, એસપી રોડના છેડાના ભાગથી મચ્છુ નદી સુધી લગભગ 1100 વિઘાનો એરિયા, ત્રાજપરનો વિસ્તાર, જવાહર ભડિયાદ વગેરે અનેક વિસ્તારોમાં ગણતરીદારોને નિયમ કરતા ત્રણ ગણા ઘર ધરાવતા બ્લોક ફાળવવામાં આવ્યા છે. આટલો મોટો વિસ્તાર હોવાથી બ્લોક વિભાજન માટે ગણતરીદારો તરફથી અનેક અરજીઓ કરવામાં આવી રહી છે.ગણતરીદારોની કામગીરી અને ઓનલાઈન પોર્ટલ પર અડચણોજ્યાં સુધી આ મોટા બ્લોકનું વિભાજન ન થાય ત્યાં સુધી ગણતરીદારો સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આટલા મોટા વિસ્તારમાં કામગીરી ક્યાંથી શરૂ કરવી અને નઝરી નકશો કેવી રીતે બનાવવો તે એક મોટો કોયડો છે. વધુમાં, HLO (હાઉસ લિસ્ટિંગ ઓપરેશન) પોર્ટલમાં જે તે ગણતરીદારને ફાળવેલ બ્લોકમાં કેટલા જનગણના ઘર છે તેની સંખ્યા ફરજીયાત લખવાની હોય છે, ત્યારબાદ જ પોર્ટલ પર આગળનું કામ થઈ શકે છે. બ્લોક વધુ પડતા મોટા હોવાથી ગણતરીદારો મુંઝવણમાં મુકાયા છે કે આખરે કામ કઈ રીતે આગળ વધારવું.તાત્કાલિક વિભાજન કરી નવા ગણતરીદાર નીમવા માંગગ્રામ્ય વિસ્તારમાં જે રીતે વહીવટી તંત્ર દ્વારા મોટા બ્લોકનું વિભાજન કરીને 72 જેટલા નવા બ્લોક બનાવી નવા ગણતરીદારો ફાળવવામાં આવ્યા છે, તે જ તર્જ પર શહેરી વિસ્તારોમાં પણ સત્વરે કામગીરી હળવી કરવા માટે મોટા બ્લોકનું વિભાજન કરી નવા ગણતરીદારની નિમણૂક કરવામાં આવે તેવી ગણતરીદારો દ્વારા પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Census2.026 #MorbiNews #GujaratNews #CensusGujarat #MorbiCity