આયુષ્માન આરોગ્ય મંદિર લૂંટાવદર ખાતે મહિલાઓના હસ્તે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની પણ ઉજવણી કરાઈમોરબી : મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ અને મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળાના ડોક્ટર સંજય જીવાણીના આયોજનથી જૂન માસને મેલેરિયા માસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર લૂંટાવદર દ્વારા લૂંટાવદર અને પીપળીયા ગામમાં મેલેરિયા અને ડેન્ગ્યુ રોગ અંગે જાગૃતિ લાવવા કોમ્યુનિટી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બંને ગામોમાં માઇક દ્વારા બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને રાત્રે મચ્છરદાનીમાં સૂવા, ચોખ્ખા પાણી ભરેલા પાત્રોને હવાચુસ્ત રીતે પેક રાખવા તેમજ પક્ષીઓના કુંડાને અઠવાડિયામાં 2 થી 3 વાર ઘસીને સાફ કરવાની ખાસ સલાહ આપવામાં આવી હતી.આ ઉપરાંત 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આયુષ્માન આરોગ્ય મંદિર લૂંટાવદરના પટાંગણમાં ગામની મહિલાઓના હસ્તે વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #HealthAwareness #MalariaMonth #WorldEnvironmentDay #TreePlantation #MorbiNews #Luntavadar #Pipaliya